https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Vastu Astro / Astrologer Pandarama: जनवरी 2012

शनिवार, 7 जनवरी 2012

મનુષ્યશરીર સાથે વાસ્તુનો સંબંધ , આર્થિક સ્થિતિ સુધારવા માટે વાસ્તુ શાસ્ત્રમાં આ ઉપાયો છે

દરેક જ્યોતિષ મિત્રો ને નિવેદન છે આપ મારા આપેલા લેખો ની કોપી ના કરે હું કોય ના લેખો ની કોપી કરતો નથી કે કોય કોયના લેખો ની કોપી કરી હોય તે વિદ્યા આગળ વધારવી ના હોય તો કોપી કરવાથી તમને ના આવડે આપ અપની મહેનતે ત્યાર થાવ તો આગળ અવાય ધન્યવાદ ......., જય દ્વારકાધીશ

મનુષ્યશરીર સાથે વાસ્તુનો સંબંધ , આર્થિક સ્થિતિ સુધારવા માટે વાસ્તુ શાસ્ત્રમાં આ ઉપાયો છે

        વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુપુરુષનો ઉલ્લેખ જોવા મળે છે. વાસ્તુપુરુષની આકૃતિ મુજબ વાસ્તુ નક્કી કરવામાં આવે છે. મનુષ્ય ઘરમાં રહે છે અને તેનો આત્મા શરીર નામના ઘરમાં રહે છે. આથી આપણે જે ઘરમાં રહેતા હોઇએ તેના વાસ્તુને મહત્ત્વ આપીએ છીએ. 

        તો શરીરરૃપી ઘરના વાસ્તુને શા માટે નહીં? મનુષ્યના શરીર સાથે વાસ્તુનો ગાઢ સંબંધ છે. વ્યક્તિ પોતાના પર્સનલ વાસ્તુને મહત્ત્વ આપે તો સુખ-શાંતિની શોધ પૂર્ણ થાય છે.
        
        વાસ્તુશાસ્ત્ર એટલે એક એવું શિલ્પશાસ્ત્ર કે જેનાથી મનુષ્યને ધર્મ-અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેનાથી મનુષ્ય પોતાનું જીવન સાર્થક બનાવે છે અને મનુષ્ય સારી સિદ્ધિ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે.

        વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ ૫૦૦૦ વર્ષ પૂર્વે વેદ, પુરાણો, રામાયણ, મહાભારતમાં પણ દર્શાવવામાં આવેલ છે. તે જ પ્રમાણે આ શાસ્ત્રનો ઉલ્લેખ વિક્રમાદિત્ય નવ રત્નોમાંથી એક રત્ન વારાહમિહિર જેઓ ખૂબ જ પ્રચલિત ખગોળશાસ્ત્રી હતા તેમના ગ્રંથ બૃહદ સંહિતામા પણ કરવામાં આવેલ છે.


         વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર, ઓફિસ, ફેક્ટરી, હોટલ વગેરે બનાવવામાં આવે તો એનો મતલબ એ થાય છે કે તેમાં રહેતા વ્યક્તિને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. દરેક વ્યક્તિ સુખ અને શાંતિની શોધમાં છે. પરંતુ શું તે મળે છે? 
        મકાન, ઓફિસ વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે બનાવીએ છીએ છતાં શું સુખઃશાંતિ પ્રાપ્ત થાય છે? આવા ઘણા પ્રશ્નોના જવાબ આપણને મળતા નથી ત્યારે વાત આવે છે શરીરનું વાસ્તુ એટલે પોતાનું (પર્સનલ) વાસ્તુ. જો પર્સનલ વાસ્તુ બરાબર હશે તો ઘરની અંદર જતા જ સુશાંતિનો અહેસાસ થશે. આ ઘર, ઓફિસ, ફેક્ટરી વગેરે... 

        ના ચણતરમાં શું હોય છે ઈંટ, રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ, લાકડું... તો શુંું આ બધી વસ્તુને સજીવ ગણવી કે નિર્જીવ એક એવો પ્રશ્ન ઉદ્ભવે છે. જો આ નિર્જીવ હોય તો સજીવનું તેમાં રહેવું અશક્ય છે. સજીવ બીજા સજીવમાં રહે છે. 

        તે વિજ્ઞાને સાબિત કરેલું છે. એટલે ઘર સજીવ છે. જો ઘરની અંદર વેન્ટિલેશન બરાબર ગોઠવવામાં આવે તો ઘરની અંદર વાસ્તુદોષ (રોગ) ઉત્પન્ન થતો નથી. કાન, નાક, ગળું, ગુદાદ્વાર, મૂત્રદ્વાર આપણા શરીરના વેન્ટિલેશન છે. 

            જો આમાંથી એક પણ વેન્ટિલેશન બંધ થાય તો શરીર બીમાર પડે છે અને રોગી બનીને ધીમે-ધીમે ખતમ થઈ જાય છે તો પહેલાં શરીરનું વાસ્તુ હોવું જોઈએ. તેના માટે આપણા જન્મના સમય, તારીખ પર્સનલ વાસ્તુનો વિચાર કરી શકીએ છીએ.

          દરેક વ્યક્તિના જન્મસમયે આકાશમાં સ્થિત ગ્રહો અને નક્ષત્રો વ્યક્તિના ઘડતરમાં ખૂબ જ ઉપયોગી હોય છે. જન્મતારીખ, જન્મસમય અને જન્મના સ્થળ પરથી વ્યક્તિના શરીર, મન, ધન, યશ, મકાન, માતા, મિત્રો, પત્ની, બાળકો, ભણતર, ધંધો, ભાગ્ય, લાભ, હાનિ, ર્કીિત વગેરે... સહેલાઈથી જોઈ શકાય છે. દરેક વ્યક્તિ ચાર ત્રિકોણ લઈને જન્મે છે. તે ત્રિકોણ એટલે ધર્મત્રિકોણ, અર્થત્રિકોણ, કામત્રિકોણ અને મોક્ષત્રિકોણ, આ ચારેય ત્રિકોણ વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલાં છે.

        (૧) ધર્મઃ મકાનની એવી રચના હોવી જોઈએ કે જેમાં નિવાસ કરવાવાળા મનુષ્ય સારામાં સારી આધ્યાત્મિક પ્રવૃત્તિ કરી શકે. અને જેથી મનુષ્યને ઈશ્વરમાં શ્રદ્ધા રહે, ઘરમાં ઝઘડો કે કંકાસ ન થાય, વૈરભાવ ન રહે, મનુષ્ય ખરાબ કામ કરતાં અચકાય.
        
        (૨) અર્થઃ એવું મકાન કે જેમાં રહેવાથી ધન-ધાન્યની વૃદ્ધિ થાય છેે. મનુષ્યની પ્રગતિમાં ઉત્તરોઉત્તર વધારો થાય તથા પોતાની ર્કીિતમાં પણ વધારો થાય અને જીવનની જરૃરિયાતની વસ્તુઓથી સંપન્ન રહે.

        (૩) કામઃ એવું મકાન કે જે સુંદર અને સુશીલ પત્ની મળે, પુત્ર-પૌત્રની પ્રાપ્તિ સમયસર રહે, સુખ અને સાંસારિક પ્રવૃત્તિમાં વૃદ્ધિ થાય, પતિ-પત્ની વચ્ચે સુખ, મનમેળ રહે.

        (૪) મોક્ષઃ જીવનમાં એવું નામ બને કે વ્યક્તિ અમર થઈ જાય અથવા એવું કરીએ કે તેમની પ્રગતિના ગુણ તેમની ગેરહાજરીમાં પણ ગવાય.
        આપણો જન્મ આ ચારેય વસ્તુને ભોગવવા માટે થયો છે. પરંતુ કોઈ વ્યક્તિ આખી જિંદગીમાં ફક્ત બે ત્રિકોણથી કામ કરે છે. કોઈને ધર્મત્રિકોણ અને મોક્ષત્રિકોણ મળે છે. કોઈને અર્થત્રિકોણ અને ધર્મત્રિકોણ. કોઈને ત્રણ ત્રિકોણ મળે છે. પરંતુ કોઈ વ્યક્તિને ચારેય ત્રિકોણની પ્રાપ્તિ થતી નથી. માટે શરીર અને વાસ્તુને બેલેન્સ કરીને જો ઘરનું નિર્માણ કરવામાં આવે તો જરૃરથી ચારેય ત્રિકોણ મેળવી શકાય છે.

        આ પૃથ્વી પર વસનારા દરેક જીવને પોતાના સાત શરીર હોય છે. આ સાતેય શરીરનું બેલન્સિંગ એટલે જ પર્સનલ વાસ્તુ. આ સાતેય શરીરનાં કાર્યો અલગ-અલગ હોય છે. આ સાત શરીરનું પહેલું શરીર છે તે ભૌતિકશરીર છે. જેનું કામ બ્રહ્મચર્ય અને કામવાસનાનું છે. બીજું ભાવશરીર જે ભય, ઘૃણા, હિંસા, પ્રેમ, ક્ષમા અને અહિંસા દર્શાવે છે. 

        ત્રીજું સૂક્ષ્મશરીર જે સદેહ, વિચાર, શ્રદ્ધા, વિવેકનું બનેલું છે. ચોથું માનસશરીર જેના દ્વારા કલ્પના, સ્વપ્ન, સંકલ્પની ર્પૂિત થાય છે. પાંચમું આત્મશરીર જે દ્વૈત, મૃછાનો અભાવ બતાવે છે. છઠ્ઠું બ્રહ્મશરીર જેનું કામ પોતાની શોધનું છે. 

    હું કોણ છું? 

    અને સાતમું નિર્વાણશરીર જે બ્રહ્મ, અસ્તિત્વ, અનિસ્તિત્વથી છલાંગ મારવાનું કામ કરે છે. આ સાતેય શરીર દ્વારા જીવ આ સંસારમાં કામ કરી રહ્યો છે. આ સાત શરીરને પોતાનાં ચક્રો છે અને દરેક ચક્રને પોતાનો રંગ છે, જેને આપણે "ઔરા" તરીકે ઓળખીએ છીએ. આ ઔરા જો તૂટે તો શરીર બીમાર પડે છે અને શરીરનું વાસ્તુ બગડે છે.

        આપણું શરીર પાંચ તત્ત્વથી પણ જોડાયેલું છે, જેવાં કે અગ્નિતત્ત્વ, પૃથ્વીતત્ત્વ, વાયુતત્ત્વ, જલતત્ત્વ અને આકાશતત્ત્વ. આ પંચમહાભૂતનું બનેલું શરીર બ્રહ્માંડમાં રહેલાં પાંચ તત્ત્વો સાથે તાલમેલથી ચાલે છે. બ્રહ્માંડોની આ કોસ્મિક એનર્જી આ સાત શરીર સાથે જોડાયેલાં સાત ચક્રને ચલાવે છે. આ સાત ચક્રો જેવાં કે મુલાધાર ચક્ર જેનો કલર લાલ છે અને તે પૃથ્વીતત્ત્વ સાથે જોડાયેલ છે. ૨. સ્વાધિષ્ઠાન ચક્ર જેનો કલર ઓરેંજ (કેસરિયો) છે, જે તલતત્ત્વ સાથે સંકળાયેલ છે. 

        ત્રીજું મણિપુર ચક્ર જેનો કલર પીળો છે, જે અગ્નિતત્ત્વ સાથે જોડાયેલ છે. ચોથું અનાહત ચક્ર જેનો રંગ લીલો છે અને તે વાયુતત્ત્વ દર્શાવે છે. પાંચમું વિશુદ્ધચક્ર જેનો રંગ આકાશી બ્લૂ છે, જે આકાશતત્ત્વ સાથે જોડાયેલ છે. છઠ્ઠુ આજ્ઞાચક્ર જેનો રંગ રીંગણી છે અને તે ઈશ્વર સાથે જોડાયેલ છે. સાતમું સહસ્ત્રાર ચક્ર જે પણ ઈશ્વર સાથે સંકળાયેલ છે, જેનો રંગ વાયોલેટ છે. આ સાત શરીર, સાત ચક્રો, પાંચ તત્ત્વોની સાથે ત્રણ પ્રકૃતિઓ પણ છે. વાત, પિત અને કફ. આ ત્રણે પ્રકૃતિઓ આપણા શરીરમાં સપ્રમાણ રહેલી હોય છે. 

        પરંતુ એકાદ પ્રકૃતિમાં એટલે કે વાત, પિત્ત અથવા કફમાં જો વધારો કે ઘટાડો થતા આપણે બીમાર પડીએ છીએ અને પોતાનું વાસ્તુ બગડે છે. પરંતુ દવા લઈને ફરીથી તે પ્રકૃતિઓનું પ્રમાણ સરખું બનાવીને આપણે તંદુરસ્ત શરીર બનાવીએ છીએ. તે જ પ્રમાણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવેલું ઘર એટલે કે ચુંબકીય શક્તિ (મેગ્નેટિક એનર્જી) ગુરુત્વાકર્ષણ બળ (ગ્રેવીટેશનલ ફોર્સ) અને કોસ્મેટિક એનર્જી (કોસ્મિક શક્તિ)ઓનું માફકસર પ્રમાણે એટલે કે આ ત્રણેય શક્તિઓ જો સપ્રમાણ અસરકારક રહે તો જ આપણે સુખી, સમૃદ્ધ અને તંદુરસ્ત રહી શકીએ છીએ. એટલે આ ત્રણેનું પ્રમાણ કેટલું હોવું તે આપણને વાસ્તુશાસ્ત્રના અભ્યાસથી જ જાણવા મળે છે. એટલે ટૂંકમાં કહીએ ઘર, ફેક્ટરી, દુકાન, ફ્લેટ કે ઓફિસની એવી રચના કે જેથી ગુરુત્વાકર્ષણબળ, ચુંબકીય શક્તિ, કોસ્મિક શક્તિનું પ્રમાણ માપસર જળવાઈ રહે અને તેમાં રહેનાર સુખી, સમૃદ્ધ અને તંદુરસ્ત રહે.

        વાસ્તુશાસ્ત્ર દિશાઓની ઊર્જાનું શાસ્ત્ર છે અને આ દરેક દિશાને પોતાની રાશિ અને તત્ત્વ છે. દરેક વ્યક્તિ જન્મે ત્યારે તે એક રાશિ અને નક્ષત્રની હેઠળ જન્મે છે અને તેના દ્વારા તેની દિશા પણ નક્કી થયેલી જ હોય છે. વાસ્તુ આધારિત આઠ દિશા છે. જેવી કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋર્ત્ય અને વાયવ્ય. આ આઠેય દિશાને પોતાના ગ્રહો હોય છે. 

        પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય છે. પશ્ચિમનો શનિ, ઉત્તરનો બુધ, દક્ષિણનો મંગળ, ઈશાનનો ગુરુ, અગ્નિનો શુક્ર, નૈઋર્ત્યનો રાહુ, વાયવ્યનો ચંદ્ર. આ દરેક ગ્રહો વ્યક્તિના જીવનમાં ભાગ ભજવતા હોય છે. આપણી રાશિ પ્રમાણે જો ઘરનું મુખ્યદ્વાર હોય તો ખૂબ જ ફાયદો થાય છે. તેમાં મેષ, સિંહ, ધન આ રાશી અગ્નિતત્ત્વ છે. વૃષભ, કન્યા, મકર એ પૃથ્વીતત્ત્વની રાશી છે. મીથુન, તુલા, કુંભ આ રાશિ વાયુતત્ત્વની છે. અને કર્ક, વૃશ્ચિક, મીન આ રાશી જલતત્ત્વની છે. 

        જો આ પ્રમાણે ઘરનો દરવાજો હોય તો પર્સનલ વાસ્તુની સાથે વાસ્તુશાસ્ત્રનો સમન્વય થાય છે અને વાસ્તુશાસ્ત્રનાં સારાં પરિણામ મળે છે.

        પર્સનલ વસ્તુનું આ રહસ્ય સરળતાથી સમજાય તેવું છે. જો પર્સનલ વાસ્તુને થોડું મહત્ત્વ આપવામાં આવે તો જીવનમાં ખૂબ જ ચમત્કારિક ફેરફાર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર બનાવીએ અને ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ ન હોય તો સમજવું કે પર્સનલ વાસ્તુ ખરાબ છે. 

        તમે તમારું પોતાનું વાસ્તુ બરાબર કરશો તો જ વાસ્તુના નિયમો પ્રમાણે બનાવેલું ઘર તમારા માટે કામ કરશે. એટલે જ તો પંતજલિ યોગસૂત્રમાં અષ્ટાંગ યોગનું મહત્ત્વ સમજાવેલ છે. દરરોજ નિયમિત યોગ કરવા, ધ્યાન કરવું, કસરત કરવી, પ્રાર્થના કરવી, પૂજા કરવી અને પ્રાણાયામ કરવાં. આ દરેક વસ્તુ જો નિયમિત રીતે કરવામાં આવે તો પોતાનું વાસ્તુ બરાબર થાય છે અને સુખ-સમૃદ્ધિ અને શાંતિનો રાજમાર્ગ મેળવી શકાય છે. મને વિશ્વાસ છે કે આપ સહુ આ પર્સનલ વાસ્તુને આજથી અમલમાં મૂકશો અને આપના જીવનમાં નવી ઊર્જાને આવકારશો.

       પર્સનલ વાસ્તુને બેલેન્સ કરવાના ઘણા પ્રયોગ છે, પરંતુ તંત્રવાસ્તુ એવું કહે છે કે દરેક દિશા પ્રમાણે જો શરીરના વાસ્તુને સમજવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે. તો તંત્રવાસ્તુ પ્રમાણે દરેક દિશામાં શું કરવું તેનું મહત્ત્વ સમજી લઈએ. જે દિશાનો દરવાજો હોય અને તે દિશા ખરાબ હોય તો શું કરવું તે સમજીએ.

પૂર્વ દિશાઃ સૂર્યને અર્ઘ્ય આપવું.
અગ્નિ દિશાઃ યજ્ઞા-યાગ કરવા.
દક્ષિણ દિશાઃ સુદર્શન ક્રિયા કરવી.
પશ્ચિમ દિશાઃ પ્રાણાયામ
ઈશાન દિશાઃ સોહમ સાધના
નૈઋર્ત્યઃ ડાયનેમિક મેડિટેશ.
ઉત્તર દિશાઃ વિપસ્યના
વાયવ્યઃ પ્રાણાયામ કરવા.

પર્સનલ વાસ્તુથી ઉર્જા પ્રાપ્તિ :

        પોતાનું (પર્સનલ) વાસ્તુ યોગ્ય કરવા માટે વ્યક્તિએ ગ્રહો, નંગ, રંગ, મંત્ર, યંત્રનો ઉપયોગ કરવો જોઈએ. રંગો દ્વારા વ્યક્તિની પોતાની ઊર્જાના અને પોતાના વાસ્તુમાં બદલાવ લાવવાનો આ નિયમ બધા માટે લાગુ પાડી શકાય છે. આપણી સંસ્કૃતિમાં સાત વાર છે. તે વારના કલર પ્રમાણે જો કપડાં પહેરવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે. 

        જેમ કે સોમવારે સફેદ, મંગળળારે આછાં લાલ, બુધવારે લીલાં, ગુરુવારે પીળાં, શુક્રવારે ગુલાબી, શનિવારે બ્લૂ અથવા કાળાં અને રવિવારે ક્રિમ અથવા સફેદ કપડાં પહેરવાથી પોતાની ઊર્જામાં ખૂબ જ વધારો કરી શકાય છે. 

        બીજો પ્રયોગ રાશિનાં રત્નો સાથેનો છે. તેનાથી પણ પર્સનલ વાસ્તુનું બેલેન્સ થઈ શકે છે. 

        જેમ કે મેષ અને વૃશ્ચિક રાશિની વ્યક્તિએ મંગળનું નંગ પહેરવું અને ગણેશ ભગવાનની પૂજા પૂર્વ બાજુ મુખ રાખીને કરવાથી પોતાનું અને ઘરનું વાસ્તુ બેલેન્સ થાય છે.

        વૃષભ અને તુલા રાશિના વ્યક્તિઓએ ડાયમંડ પહેરવાથી ફાયદો થાય અને પોતાના કુળદેવીના દર્શન અને વર્ષમાં બે વખત તેમના મંદિરે જવું જોઈએ.

        મિથુન અને કન્યા રાશિના વ્યક્તિઓએ બુધનું નંગ ધારણ કરવું જોઈએ અને મા સરસ્વતીની પૂજા ઉત્તર બાજુ મુખ રાખીને કરવી જોઈએ, જેથી પર્સનલ વાસ્તુ બેલેન્સ થાય.
        કર્ક અને મીન રાશિના વ્યક્તિઓએ મોતીનું નંગ ધારણ કરવું અને પોતાની માતાને પગે લાગવું તથા શિવજીના મંત્રનો ઈશાન ખૂણામાં બેસીનેે જપ કરવો.

        સિંહ રાશિના વ્યક્તિએ માણેકનું નંગ પહેરવું અને સૂર્યની પૂજા કરવી જોઈએ. પૂર્વ દિશામાં મુખ રાખીને સૂર્યનાં ૧૩ નામનું સ્મરણ કરવાથી ખૂબ જ ફાયદો થશે. 

આર્થિક સ્થિતિ સુધારવા માટે વાસ્તુ શાસ્ત્રમાં આ ઉપાયો છે :

वास्तु शास्त्र को बहुत प्रभावशाली माना जाता है. કહે છે કે તેઓ કેટલાં અસરકારક છે. 

માન્યતા છે કે ઇન્હેન તમારા દ્વારા બદલાવ આર્થિક સુધારણા હોઈ શકે છે. આ ઉપાયો તો આટલા અસરદાર હતા કે થોડા દિવસ માં પણ એનો પ્રભાવ દેખાડવો શરૂ કરે છે. વાસ્તુ શાસ્ત્ર શિક્ષકો માનના છે કે ગરીબી માટે ઘરથી દૂર ભગાને માટે વાસ્તુ શાસ્ત્રમાં ઉપાયો કરવા જોઈએ. यह उपाय दरिद्रता मिटाने में बहुत कारगर थे।

वास्तु शास्त्र को बहुत प्रभावशाली माना जाता है. કહે છે કે તેઓ કેટલાં અસરકારક છે. માન્યતા છે કે ઇન્હેન તમારા દ્વારા બદલાવ આર્થિક સુધારણા હોઈ શકે છે.

झाड़ू-पोछे से बदलती है आर्थिक स्थिति :

વાસ્તુ શાસ્ત્રમાં झाड़ू को धन का सूचक माना जाता है। કહે છે કે जिनके घरों में आने-जाने वाले लोगों को झाड़ू-पोछा नजर अब उनके घर से सारा धन पानी की तरह बहकर घर से बाहर निकलता है. વાસ્તુ માં તમે જાવ છો કે झाड़ू-पोछे को हमेशा छुपाकर रखना चाहिए। हमारे घर में बरकत बनी रहती है।

દરિયાઈ નમક છે અસરદાર :

વા શાસ્ત્રમાં તે માને છે કે ઘર के शौल में समुद्री नमक का कटोरा रखने से घर से नकारात्मकता दूर थी. તેની સાથે જ ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરણી શરૂ થાય છે. બાળકોમાં નમક મારતાં પાણી ન આવ્યા. જો કટોરમાં રખે નમકમાં પાણી પર જાઓ તો તે જ બદલો આપવો જોઈએ.

ખાસ છે તમારું कूड़ादान :

જો તમે તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માંગો છો તો તમે તમારા ઘરનો કૂડાદાન હંમેશા તમારા મુખ્ય દ્વારની પાછળ રાખો. कूड़ेदान को घर की इस दिशा में रखना से घर हमेशा धन-धान्य से भरा है। માને છે કે જિન લોકોના ઘરના દરવાજાના પાછળના कूड़ादान हमेशा उनके घर में दरिद्रता नहीं आती है.

શૌચાલય કા દરવાજા બંધ :
બાથરૂમમાં દરિદ્રતા દૂર હતા. माना जाता है कि वास्तु का यह उपाय बहुत कारगर है. જે લોકો હંમેશા તમારા ટીવીના દરવાજાને બંધ કરે છે તેઓ તેમના ઘરમાં ક્યારેય કોઈ ધનનો અભાવ હોય છે. આ ખૂબ જ સરળ અને અસરદાર ઉપાય છે. ઘર માં ધન ઓછું દૂર કરવા માટે તેને અપનાવવું જોઈએ.


जय द्वारकाधीश .. जय श्रीकृष्णा.. हर हर महादेव ..
पंडित प्रभुलाल पी. वोरिया राजपूत जड़ेजा कुल गुर:-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :- 
SHREE SARSWATI JYOTISH KARYALAY

(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
Vist us at: www.sarswatijyotish.com
सेल नंबर: .+91- 9426633096 +91- 9427236337,  Skype : astrologer85
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश

ऐसा ही सोते है भाग्यशाली और चांदी के उपाई :

ऐसा ही सोते है भाग्यशाली और चांदी के उपाई  ऐसा ही सोते है भाग्यशाली और चांदी के उपाई  अगर आप ऐसे सोते हैं तो होंगे भाग्यशाली-----क ्यों है द...