pina_AIA2RFAWACV3EAAAGAAFWDOZ3JH2PGQBAAAAACNSESGPGMQ4WT6TT2LLIGAV3NKHXBYZHSXR7HT3AYTCBUEVP4OMQAC74YIA { "event_id": "eventId0001" } { "event_id": "eventId0001" } https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Vastu Astro / Astrologer Pandarama: વૈદિક વાસ્તુ શાસ્ત્ર મુજબ શ્વેત અને શ્યામ વર્ણ :

Tuesday, September 23, 2025

વૈદિક વાસ્તુ શાસ્ત્ર મુજબ શ્વેત અને શ્યામ વર્ણ :

વૈદિક વાસ્તુ શાસ્ત્ર મુજબ શ્વેત અને શ્યામ વર્ણ :

વૈદિક વાસ્તુ શાસ્ત્ર મુજબ શ્વેત અને શ્યામ વર્ણ :

વૈદિક વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક મંડળો માં જુદા જુદા પદો માં જે તે પદના દેવતા તેમજ તેમના ગુણધર્મો અને મહત્વ મુજબ વિવિધ વર્ણો ( રંગો ) નો ઉપયોગ શાસ્ત્રો માં વર્ણવેલ છે...!

વૈદિક વાસ્તુ શાસ્ત્ર માં 81 પદના વાસ્તુ મંડળના શ્વેત અને શ્યામ વર્ણ ના તત્વો બાબત જોઈએ...!

શ્વેત વર્ણ -  શુક્ર ગતો ધાતુ પર થી શ્વેત શબ્દ બન્યો છે. જે ગતિશીલતા નો સૂચક છે. આ રંગ મનના ઉચ્ચ કક્ષા ની પવિત્રતા નિર્દોષતા, શાંતિ , અને સર્વગુણો નું સંકલન સૂચવે છે. ઇન્દ્રધનુષ ના સાત રંગો નું સમભાગે સંકલન અને સાયુજ્ય એટલે શ્વેતવર્ણ....!



 



KUSHAL CREATIONS Maa Durga Ambe Maa Charan paduka with Photo Frame

https://amzn.to/4nM0hVD


વૈદિક વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક મંડળો માં જુદા જુદા પદો માં જે તે પદના દેવતા તેમજ તેમના ગુણધર્મો અને મહત્વ મુજબ વિવિધ વર્ણો ( રંગો ) નો ઉપયોગ શાસ્ત્રો માં વર્ણવેલ છે .
81 પદ વાસ્તુ મંડળના શ્વેતવર્ણ ના 10 દેવતાઓ છે...!
+++ +++
ઈશાન માં -  શીખી ઇન્દ્ર , અદિતિ અને આપ,
અગ્નિ ખુણા માં - આકાશ ,
નૈઋત્ય ખુણા માં -  જય અને સુગ્રીવ , 
પશ્ચિમ ખુણા માં -  પુષ્પદંત અને વરુણ , 
ઉત્તર ખુણા માં -  કુબેર ,

ઉપર ના તમામ દેવતાઓ સાત્વિક છે . શીખી - મહાદેવ. ઇન્દ્ર - દેવો ન રાજા. અદિતિ - દેવ માતા , આપ - હિમાલય , આકાશ - નભો દેવ - જય - શ્રી - હરિ ( વિષ્ણુ ) , સુગ્રીવ -  મનુ  ભગવાન , પુષ્પદંત -  વિનીતા નો પુત્ર ,  વરુણ - અધિપતિ -  ( પૃથુરાજા એ સૌ પ્રથમ વરુણ ની જલના અધિપતિ તરીકે નિયુક્તિ કરેલી )  કુબેર - દેવો ના ભંડારી ,  આ પ્રમાણે દરેક દેવતા ના નામના અર્થો કરવાનો નીઘંટુ માં નિર્દેશ છે....!
+++ +++
આ તમામ દેવતાઓ નિવાસકર્તા ને કંઈક ને કંઈ શુભત્વ પ્રદાન કરનારા દેવતાઓ છે.  શીષી - સંતતિ અને શાંતિ...!

ઇન્દ્ર  -  એશ્વર્ય - અદિતિ - સ્વાસ્થ્ય -   લાભ , કાળજી , ભોજન , આપ - જલ , સહનશીલતા , ક્ષમા , ધ્યાન , મોક્ષ માટે ની ગતિ...!
+++ +++
આકાશ - મહત્વાકાંક્ષા,  પકૃતિ પ્રેમ , જય - વિવાહ માં  જોડે , મૃત્યુ પછી મોક્ષ પ્રદાન કરે ,  જીવન દરમિયાન પાલન પોષણ કરે...!
+++ +++
સુગ્રીવ -  નવસર્જન અને પ્રકૃતિ  - જીવ માત્ર નું રક્ષણ ,

પુષ્પદંત - શ્રદ્ઘા , ભક્તિ અને નૂતન દૃષ્ટિ ખુણા ,
+++ +++
વરુણ -  પર્યાવરણ નું રક્ષણ ,

કુબેર - દેવો નો ભંડારી હોવાથી ધન અને ધાન્ય બંનેનો સંગ્રહ અને જરૂરિયાતમંદો ને તેનું વિવરણ
આમ ઉપર ના દરેક દેવતાઓ ના  વિન્યાસ અને નિઘંટુ માં નિદૃષ્ટિ અર્થો મુજબ શ્વેત વર્ણ ના તમામ ગુણો તેઓમાં સમાવિષ્ટ છે...!
+++ +++
કૃષ્ણ વર્ણ :  વૈદિક વાસ્તુ શાસ્ત્ર અનુસાર વાસ્તુ મંડળના પાંચ દેવતાઓ કૃષ્ણ વર્ણ ના ( કાળો રંગ )  છે...!

કૃષ્ણ  -  કર્ષતી મન : - જે મન ને મારે તે શ્યાયતે મનોસ્માત....!
+++ +++
કાળા રંગ શાંતિવ , શક્તિ શાળી ,  લાવણ્ય અને અંધકાર ને માટે પ્રસિદ્ધ  છે , આપણે દિવસ કરતા રાત્રે વધારે શાંતિ નો અનુભવ કરીએ છીએ....!





કૃષ્ણ વર્ણ ના કુલ 5 દેવતાઓ છે...!

ઈશાન - પૂર્જન્મ અને જયંત , દક્ષિણ - યમ , નૈઋત્ય -  મૃગ , ઉત્તર - પૃથ્વી ઘર...!
+++ +++
નિઘંટુ માં આ દેવતાઓ ના અર્થો નીચે મુજબ છે....!

પર્જન્ય - વૃષ્ટિમાન  અંબુદાધિપ ,
જયંત -  કશ્યપ ઋષિ  ,
યમ -  પ્રેતોના સ્વામી , 
મૃગ - અનંત નાગ  , 
પૃથ્વી ઘર -  ક્ષેત્રીધ ,
+++ +++
આ બધા દેવતાઓ શ્યામ વર્ણના તમામ ગુણોને ધારણ કરનારા છે...!

પર્જન્ય  -  આકાશમાં વરસાદ ના કાળા વાદળો જોઈ કાલિદાસ જેવા મહાકવિ ને પણ મેઘદૂત ની કલ્પના આવે છે  એવું લાવણ્ય, વરસાદ વરસાવી સૃષ્ટિ ને નવપલ્લવિત કરી શાંતિ પ્રદાન પણ પર્જન્ય જ કરે છે...!
+++ +++
જયંત  : -  કશ્યપ ઋષિ  -  સદૈવ તપમાં લિન રહેનાર .  કશ્યપ અને અદિતિ ના પુત્રો તે દેવો અને દાનવો ને પણ બીજ - ક્ષેત્ર ન્યાયે ઉત્પન્ન કરવાની શક્તિ....!
+++ +++
યમ - પ્રેતો ના સ્વામી છે . મનુષ્ય ની મૃત્યુ પછી ની પ્રથમ ગતિ પ્રતત્વ કહેવાય છે . મૃત્યુ પછી હર્ષ - શોક , ભય , લજ્જા , મારું -  તારું  રહેતું નથી , હોય છે તો માત્ર શાંતિ...!
+++ +++
મૃગ - અનંત નાગ  -  જેને શેષનાગ તરીકે પણ ઓળખવામાં આવે છે . આપણી પૃથ્વી શેષનાગ ન મસ્તક પર રહેલી છે . એવી પુરાણ કથાઓ છે . એમ મૃગ એ શક્તિ નું પ્રતીક છે...!
+++ +++
પૃથ્વી ઘર : -  ક્ષિતિધ ક્ષિતિ ધારયતિ ઇતિ જે પૃથ્વી ધારણ કરે છે . તે પ્રુથ્વીધર  પણ શક્તિ -  શાંતિ નું પ્રતિનિધિત્વ કરે છે...!
+++ +++
આમ ઉપરના પાંચેય દેવતાઓ કૃષ્ણવર્ણ ના ગુણો ને અનુસરતા હોવાથી તેમનો વર્ણ કૃષ્ણ યથાર્થ રીતે નિશ્ચિત કરેલ છે...!

વૈદિક વાસ્તુ મંડળમાં આમ તો કુલ પાંચ વર્ણો સમાવિષ્ટિ છે, - શ્વેત  -  કૃષ્ણ સિવાય પણ - પીત ( પીળો ) , હરિત વર્ણ ( લીલો ) અને રક્તવર્ણ ( લાલ ) રંગના પણ દેવતાઓ છે...! 
+++ +++
પરંતુ લેખની મર્યાદા ના કારણે તમામ દેવતાઓનું વિશદ વિવેચન શક્ય નથી બન્યું . યથાવકાશે અમારા બ્લોગ માં પણ જોવા મળશે...!

અત્રે દર્શાવેલ રાશી વાળા વ્યક્તિઓ ને રાશી સામે નિર્દેશ કરેલ વૃક્ષો વાવી તેમનો ઉછેર કરી પૂજા કરવાથી શુભ ફળ ની પ્રાપ્તિ થતી હોય છે...!
+++ +++
ક્રમ.  રાશી  વૃક્ષ નું નામ

1 .  મેષ  ઓદુબર , આમળાં, 
2. વૃષભ ,  ખેર , જાંબુ , ઓદુબર, 
3.  મિથુન   અંગૂર , વાંસ , ખેર , 
4.  કર્ક   નાગકેસર , વાંસ , પીપળ , 
5. સિંહ  ખાખરો , વડ , પીપળ , 
6. કન્યા  જૂઈ , પીપળ , બિલી, 
7.  તુલા  બિલી , અર્જુન , નાગકેસર, 
8.  વૃશ્ચિક  નાગકેસર , શીમળો , સાલ ( સાગ ) 
9. ધન  સાલ ( સાગ ) નેતર , ફણસ  
10. મકર  આંકડો , ખીજડો , ફણસ
11.  કુંભ  ખીજડો ,  કદમ , આંબો , 
12 . મીન  આંબો , લીમડો , મહુડો ,
+++ +++
आपका अपना पंडित प्रभुलाल पी. वोरिया, क्षत्रिय राजपूत जडेजा कुल गुरु का " जय द्वारकाधीश"
पंडित प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जडेजा कुल गुरु :-
प्रोफेस्सिनोल ज्योतिष एक्सपर्ट :-
-: 1987 वर्ष से ऊपर ज्योतिष का अनुभव  :-
श्री सरस्वती ज्योतिष कार्यालय
(2 गोल्ड मेडलिस्ट ज्योतिष और वास्तु साईंन्स )
" श्री आलबाई निवास  ", महा प्रभुजी बैठक के पास ,
एस टी. बस स्टेसन के सामने,  बैठक रोड ,
Jamkhambhaliya - 361305 Gujarat – India
Vist us at: www.sarswatijyotish.com
Mob. Number :+91- 9427236337, + 91-9426633096  ,
Skype : astrologer85
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..

No comments:

Post a Comment

वास्तु शास्त्र : भूखंड -

वास्तु शास्त्र : भूखंड -    सुख - सम्पत्ति तो कुछ भूखण्ड देते हैं कुछ लाते हैं जीवन में विपत्ति : भूखंड के आकार का शुभाशुभ प्रभाव व्यक्ति के...